સુરત શહેરનાં લીંબાયતમાં એક સગીરા સાથે બળાત્કાર ગુજારનારી તેને દીકરીની કુંવારી માતા બનાવનાર પરિણીત આરોપીને કોર્ટે 10 વર્ષની સજા અને રૂપિયા 10 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજા કરતો હુકમ કર્યો હતો. સરકાર તરફે એપીપી વિશાલ ફળદુએ દલીલો કરી હતી.
કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યુ હતુ કે, પીડિતાને રૂપિયા 3 લાખ વળતર તરીકે ચૂકવવા કહ્યુ હતું. જોકે સગીરા બિસ્કીટ લેવા ગયા બાદ પરત ફરી ન હતી આથી તેના માતા-પિતાએ તેની શોધખોળ આદરી હતી સાથે સાથે પોલીસને પણ આ અંગે જાણ કરી હતી.
આમ કેસની વિગત મુજબ, ગત તા.2 ઓક્ટોબરનાં રોજ લીંબાયતમાં રહેતી 16 વર્ષની સગીરા ઘરની નજીક આવેલી દુકાનમાં બિસ્કિટ લેવા માટે ગઈ હતી. ત્યારબાદ ઘરે જ પરત ફરી ન હતી જેથી તપાસમાં માલુમ પડયુ હતુ કે, આરોપી વિક્રમ ચુનારા (રહે.ગોડદારા) સગીરાને લગ્નની લાલચે ભગાવી ગયો હતો. જોકે આરોપી કિશોરીને ભગાવીને લઇ ગયો હતો અને તેના પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દીધી હતી.
ત્યારબાદ 7 માસે કિશોરીએ બાળકીને જન્મ આપ્યો હતો. બચાવ પક્ષની દલીલ મુજબ આરોપીએ લગ્ન કર્યા હતા. જ્યારે સરકાર પક્ષની દલીલ હતી કે, આરોપી પહેલેથી જ પરિણીત હતો અને સગીરા પર બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500