સુરતનાં બારડોલી તાલુકાનાં સમથાણ નજીક જોખમી વળાંકમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં કારનાં ચાલકે મોપેડ પર આવતી યુવતીને અડફેટે લીધી હતી. જોકે કાર ચાલકે નર્સિંગમાં ફરજ બજાવતી મહિલાને અડફેટે લઈ મોપેડને કચડી કાર શેરડીનાં ખેતરમાં ઉતારી દીધી હતી. અકસ્માતમાં યુવતીની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી તાલુકાનાં કડોદ ગામે દેસાઈ ફળીયામાં રહેતી ડિમ્પલબેન બાલુંભાઈ ઢીમ્મર (ઉ.વ.28) જેઓ ઘરેથી નીકળી પોતાની એક્ટિવા મોપેડ પર બેસી વરાળ ખાતે જઇ રહ્યા હતા. તે સમયે વરાળ પી.એચ.સીમાં નર્સ તરીકે ફરજ બજાવતા ડિમ્પલબેનની એક્ટિવા મોપેડને સમથાણ ગામ નજીક ભયજનક વળાંકમાં અકસ્માત નડ્યો હતો.
જયારે સામેથી પુરઝડપે આવીતી કાર નંબર GJ/21/CB/4805નાં ચાલકે મોપેડને અડફેટે લઈ કાર નીચે મોપેડને ઘસડી કાર શેરડીનાં ખેતરમાં ઉતારી દીધી હતી. જોકે આ અકસ્માતમાં યુવતીને તાત્કાલિક સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં યુવતીની હાલત વધુ ગંભીર જણાતા તેણીને સુરતની આઈ.એન.એસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500