સુરતનાં બારડોલી તાલુકાનાં ઈસરોલી ગામે આવેલ સાંઈ સ્મૃતિ સોસાયટીમાં રહેતા અને બુધેલેશ્વર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રફુલચંદ્ર તુલસીદાસ પટેલ જેઓ તેમના સાળાની બ્રેઝા કાર અંગત કામ માટે લઈને નીકળ્યા હતા. તે દરમિયાન ગાંગડીયા ગામનાં ગામતળ ફળિયા નજીક રસ્તા પર અચાનક કૂતરું આવી જતા કૂતરાને બચાવવા જતા તેઓએ કાર ઈલેક્ટ્રીક ડીપીનાં થાંભલા સાથે અથડાવી હતી. જેથી કારને આગળના ભાગે નુકસાન થયું હતું. ત્યારબાદ અકસ્માત ગ્રસ્ત કારને રિપેર કરવા માટે શો-રૂમ ખાતે લઈ જઈ રહ્યા હતા.
તે દરમિયાન કાંકરિયા ગામના ગુણસવેલ ફળિયા પાસે પહોંચતા અચાનક કારનું સ્ટીયરિંગ હાર્ડ થવા લાગ્યું હતું. કઈ અજુગતુ લાગતા જ પ્રફુલચંદ્રએ રોડની સાઈડમાં કાર મૂકી કારની નીચે ઉતરી ગયા હતા. ત્યારબાદ ગણતરીની મીનીટોમાં જ કારનાં એન્જિનનાં ભાગેથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને જોત જોતામાં કાર સળગી ઊઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગણતરીની મીનીટોમાં જ કાર મળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ વિભાગ તેમજ મહુવા પોલીસને થતા બંને ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલ મહુવા પોલીસે ફરિયાદી પ્રફુલચંદ્ર તુલસીદાસ પટેલની ફરિયાદ લઈને આગળની તજવીજ હાથ ધરી છે. જયારે કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application