Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખેતરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતાં પંથકમાં ચકચાર મચી

  • May 23, 2022 

સુરતનાં પલસાણા તાલુકાનાં અંત્રોલી ગામની સીમમાં એક ખેતરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાનાં અંત્રોલી ગામની સીમમાં આવેલ કેનાલને અડીને સામેની બાજુએ કિશોરસિંહ ભગવાનસિંહ દેવધરાનું બ્લોક નં.137 વાળું ખેતર આવેલ છે. આ ખેતરની પાળીની બાજુમાંથી એક અજાણ્યો પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો.



જે અંગે દીપકભાઈ બુધિયાભાઈ આહીરે કડોદરા પોલીસને જાણ કરતાં તેઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. મૃતક અજાણ્યો પુરુષ 35 થી 40 વર્ષની ઉંમરનો જણાતો હતો. જેના શરીરે કીડીઓ-મકોડા ફરી વળેલ અને શરીરે જેણે સફેદ કલરની શેડો બનિયાન પહેરેલ અને રીંગણીયા કલરનો હાફ ચડ્ડો પહેરેલ હોય અને ગરમીના કારણે ચામડી કાળી પડી ઉપસી આવેલ અને મોંઢાના ભાગે કીડીઓ ફરી વળેલ અને ચહેરો કાળો પડી ગયો છે. બનાવ અંગે પોલીસે મૃતદેહનો કબ્જો લઈ તેના સગા સંબંધીની શોધખોળ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application