બારડોલીમાંથી પસાર થતાં નવસારી-માંડવી રાજ્ય ધોરી માર્ગ પર રાધાકૃષ્ણ મંદિર પાસે પૂરઝડપે આવતી ટ્રકે બાઈકને અડફેટે લેતાં ચાલકનું મોત નીપજ્યું હતું. બનાવની વિગત એવી છે કે, માંડવીના ખેડૂપુર ગામે નિશાળ ફળિયામાં રહેતા અમરિશ લક્ષ્મણ રાવલિયા (ઉ.વ.40) ગુરુવારે પોતાની બાઈક નંબર GJ/19/AL/8051 લઈ ખેડપૂરથી બારડોલી કામ અર્થે આવ્યા હતા. તે સમયે બારડોલી નગરમાં નવસારી-માંડવી રાજ્ય ધોરી માર્ગ પરથી પસાર થતી વખતે રાધાકૃષ્ણ મંદિર પાસે પાછળથી પૂરઝડપે આવતી એક ટ્રકે તેમની બાઈકને ટક્કર મારી દીધી હતી. અકસ્માતમાં નીચે પટકાયેલા અમરિશભાઈને ગંભીર ઇજા થતાં બારડોલીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application