Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : દારૂનાં ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

  • September 14, 2022 

કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા બાબતે પેટ્રોલીંગમા હતા. તે દરમિયાન કોસંબા પોલીસ સ્ટાફ નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, પલસાણા પોલીસ સ્ટેશન ખાતે નાસતો ફરતો આરોપી ચન્દ્રબલીસિહ ક્રિષ્ણબહાદુરસિંહ રાજપૂત  (રહે.શ્યામ કોમ્પ્લેક્ષ, અમરોલી ચાર રસ્તા, સુરત) નાઓ ગતરોજ કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં નેશનલ હાઈવે-48 ઉપર આવેલ હોટલ રોઝ ગાર્ડન ઉપર આવનાર છે.




જે બાતમીનાં આધારે વોચ રાખી આરોપીને પકડી પાડીને પલસાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી જોકે આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસતા વર્ષ-2014માં સુરત શહેરનાં કોપાદ્રા વર્ષ-2017માં નવસારી ટાઉન અને વર્ષ-2021માં પલસાણા ખાતે વિદેશી દારૂના ગુનામાં પકડાઈ ચુક્યો હોવાનું જાણવા મળ્યું હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application