સુરત જિલ્લાનાં કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ મથક વિસ્તારનાં શાંતિનગર વિસ્તારમાંથી આજથી નવ વર્ષ અગાઉ તારીખ 10/11/2012નાં રોજ એક પરપ્રાંતીય પરિવારની એક સગીરા અને તેની સગીર બહેનપણીને લઈ ધર્મેન્દ્ર ઉર્ફે રવિ મીઠાઈલાલ ચૌરસિયા લગ્નનાં ઇરાદે ભાગી છૂટ્યો હતો.
જોકે બંને સગીરાનાં માતા-પિતાઓ એ જે તે સમયે કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના 5 મહિના બાદ બંને સગીરનો પોતાના ઘરે પરત ફરી હતી અને સગીરાએ પોલીસ નિવેદનનાં ધર્મેન્દ્ર ચૈરસિયા તેમને લગ્નનાં ઇરાદે ભગાડી લઈ ગઈ બળજબરીથી પૂર્વક મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ પણ બાંધતો હોવાનું જણાવ્યું હતુ.
પોલીસે ફરિયાદ અને ફરિયાદીઓએ આપેલા નિવેદનના આધારે જાણવા મળ્યું હતુ કે, આ ગુનામાં રવિ ચૌરસિયાને બંને સગીરાને અપહરણ કરવામાં તેના બે મિત્રો અમર ઉફે અન્ના સંતોષ કોળી તેમજ ગણેશ મુકુંદ યાદવની સંડોવણી બહાર આવતા પોલીસે જે તે સમયે આ ત્રણેય આરોપી વિરુદ્ધ પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધી જેતે સમયે એરોપી અમર કોળીને ઝડપી લેવામાં આવ્યો હતો.
તેમજ મુખ્ય આરોપી સહિતના બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. જયારે કડોદરા પોલીસને મળેલી અંગત રાહે બાતમીનાં આધારે બંને સગીરાને અપહરણ કરનાર મુખ્ય આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે રવિ ચૌરસિયાને પોતાનાં ઘર શાંતિનગર માંથી ઝડપી લેવામાં આવ્યો હતો. તેમજ ધર્મેન્દ્ર ચૌરસિયાનો ગુનાહિત ઇતિહાસ તપાસતા 10 વર્ષ અગાઉ કડોદરા વિસ્તારમાં લૂંટ જેવા ગંભીર ગુનામાં પણ પકડાઈ ચુક્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500