Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : ચોરીની બાઈક સાથે આરોપી ઝડપાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી

  • December 06, 2022 

પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે આવેલ સંજીવની હોસ્પિટલ પાછળ રહેતા અને કડોદરા સરદાર કોમ્પ્લેક્ષમાં પોતાની મોબાઇલની દુકાન ચલાવતા રાજીવ સંતોષભાઈએ પોતાના ચલથાણ ખાતે રહેતા મિત્ર ગજેન્દ્ર યાદવને પોતાની કે.ટી.એમ. બાઇક નંબર GJ/05/PQ/6329 ઉપયોગ અર્થે આપી હતી. જોકે ગત તા.7 નવેમ્બરનાં રોજ ગજેન્દ્રભાઈ એ પોતાના મિત્ર રાજીવભાઈની બાઇક પોતાના ઘરની બહાર મૂકી હતી. ત્યારબાદ બીજા દિવસે સવારે તેઓ દ્વારા જોતા તે બાઇક ત્યાં મળી આવી હતી ઘટના અંગે કડોદરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.



જોકે પોલીસ તપાસ દરમિયાન મળેલ સંયુક્ત બાતમીનાં આધારે, રાજુ ઉર્ફે ખોજે વનીયા તડવી નાનો ચોરીની ટીવીએસ wego મોટરસાયકલ નંબર GJ/22/D/3847ને લઈને કામરેજ ચાર રસ્તા ઓવર બ્રીજ પાસે કડોદરા તરફ જવાના રોડ ઉપર ઉભો છે જેને શરીરે બ્લુ રંગની સફેદ ડીઝાઇનવાળી અડધી બાઇનુ શર્ટ અને કમરે કાળા રંગની લાબી ટ્રેક પેન્ટ પહરેલ છે. જે બાતમી આધારે આરોપી ખોજલ્યા ઉર્ફે રાજુ ઉર્ફે ખોજે વનીયાભાઇ તડવી (ઉ.વ
27 રહે.મુળ રહે.બીજરી ગામ, તા .અક્કલકૂવા જી.નંદુરબાર મહારાષ્ટ્ર) નાને ચોરીની ટીવીએસ WEGO મોટરસાયકલ સાથે ઝડપી પાડી પૂછપરછ કરતા કડોદરા પોલીસ મથક વિસ્તારમાં ચલથાણ ખાતેથી ચોરાયેલી કે.ટી.એમ. બાઇક નંબર GJ/05/PQ/6329 મળી આવી હતી.




આમ, પોલીસે બંને મોટરસાયકલ મળી કુલ રૂપિયા 2,10,500/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસતા આરોપી છેલ્લા 5 વર્ષમાં મહારાષ્ટ્રનાં જલગાવમાં 3 નંદુરબારનાં 6 અને સાગબારા પોલીસ મથકમાં 1 મળી કુલ 10 જેટલા વાહન ચોરીના ગુનામાં પકડાઈ ચુક્યો હોવાનું જાણવા મળ્યું હતુ પોલીસે આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application