સુરત ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફનાં ઓને સંયુક્ત રીતે તેમના અંગત બાતમીદાર થકી બાતમી મળી હતી કે, 2018માં માંગરોળ પોલીસ મથક વિસ્તારમાં થયેલી હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપી જે હાલ કાચા કામના કૈદી નંબર-211/2022 યાસીન ઉર્ફે ઇક્બાલ ઇબ્રાહીમ શેખ (ઉ.વ.26, રહે.નાની નરોલી ગામ, મોઘલાણી ફળીયું, માંગરોળ) નાઓ લાજપોર જેલ માંથી વચગાળાના જામીન પર છુટ્યા બાદ ફરાર થયેલ હતો.
જે હાલમાં કામરેજ તાલુકાના નવી પારડી ગામે આવેલ રાજ હોટેલ પાસે ઉભો છે તેવી બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જઈ પેરોલ ફર્લો સ્કોડની ટીમે આરોપી યાસીન ઉર્ફે ઇક્બાલ ઇબ્રાહીમ શેખ (ઉ.વ.26, રહે.નાની નરોલી ગામ, મોઘલાણી ફળીયું, માંગરોળ) નાને કોર્ડન કરી ઝડપી પાડી તેના વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરતનાં હવાલે કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500