આજથી પાંચ મહિના પહેલા સુરતનાં ડીંડોલી વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા પરિવારના ઘરમાં ચોરી થઈ હતી. જોકે ચોરી અન્ય કોઈએ નહીં પણ તેમના જ મકાનમાં છેલ્લા પાંચ વર્ષથી રહેતા ભાડુઆતે ચોરી કરી ચોરીનો માલ સામાન લઇ ભાગી છુટ્યો હતો. જેથી આરોપીને પકડવા માટે પોલીસે પાંચ મહિના જેટલો સમય લાગ્યો હતો. ત્યાં જ પોલીસે આરોપીને ઝડપી પાડી ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.
બનાવની વિગત એવી છે કે, ડિંડોલીના શ્રીનાથ નગરમાં રહેતા અજયસિંહ ભુમાદિગર ઓટો રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે ગત તા.18/2/2023થી તા. 3/3/2023ના સમયગાળા દરમિયાન મકાન માલિકની પત્નીએ પોતાના મકાનના કબાટમાં સોનાની ચેઈન, બ્રેસલેટ, સોનાની રીંગ, લોકેટ, કાનની બુટ્ટી સહિતના કુલ રૂપિયા 1,72,185/-ની કિંમતના સોનાના દાગીના રાખ્યા હતા, જે સોનાના દાગીના ચોરી થઈ ગયા હતા.
તે જ દિવસે સવારે મકાન માલિકે ઘરે છેલ્લા પાંચ વર્ષથી ભાડુઆત તરીકે રહેતા હમવતની તુલસીકુમાર ઘુટો પણ ભાડાનું મકાન ખાલી કરી બિહાર નાસી ગયો હતો. જેથી મકાન માલિકને શંકા જતા ભાડુઆતનો રૂમ ચેક કરતા મકાન માલિકે પત્નીની કાનની બુટ્ટીનું ખાલી બોક્સ મળી આવ્યું હતું. જેથી મકાન માલિકે બનાવ અંગે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે આરોપી છેલ્લા પાંચ મહિનાથી ફરાર હતો ત્યારે પોલીસ આરોપીને પકડી પડવા માટેની કામગીરી કરી હતી.
તે દરમિયાન આરોપીના વતન ગામ બિહાર તપાસમાં ગયા હતા પરંતુ આરોપીને ગુજરાતથી પોલીસ આવી હોવાની ગંધ આવી જતા તે ત્યાંથી નાસી ગયો હતો. ત્યારે પોલીસને માહિતી મળી હતી કે આજથી પાંચ માસ પૂર્વે ડીંડોલીમાં મકાન માલિકના ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી કરી બિહાર નાસી ગયેલ ભાડુઆત આરોપી તુલસીકુમાર ઘુટો (રહે.બિહાર)નો સુરત આવ્યો છે અને ડીંડોલી મધુરમ સર્કલ પાસે આવેલ કેનાલ રોડ પાસે ઉભો છે પોલીસે આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500