Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : બાઈક ચાલકને બચાવા જતાં ટેમ્પો પલટી માર્યો, બાઈક ચાલકને સામાન્ય ઈજા

  • November 09, 2022 

બારડોલી–કડોદ રોડ પર આવેલ પણદા ગામ જાણે અકસ્માત વિસ્તાર બની ગયો હોય તેમ અકસ્માતની વણઝાર જોવા મળી રહી છે. જોકે રસ્તો પહોળો કરી ડિવાઇડર મૂકવા છતાં આ ગામની સીમમાં અકસ્માત અટકવાનું નામ જ નથી લેતા. જયારે તાજેતરમાં જ એક સિમેન્ટ ભરેલી ટ્રક રોડ પર પલટી મારતા ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ત્યાં હવે વધુ એક ટેમ્પો પલટી મારી જતાં રોડ પર અફરાતફરી મચી ગઈ હતી. જોકે સોમવારે વહેલી સવારે 5.30 વાગ્યાની આસપાસ બાઈક ચાલક શેરડીના ખાલી બળદ ગાડા સાથે ટકરાઈને રોડ પર પડતાં બાઈક ચાલકને બચાવવા જતાં ભરેલો ટેમ્પો પલટી મારી ગયો હતો. જોકે નસીબજોગ આ અકસ્માતમાં બાઈક ચાલકને સામાન્ય ઇજા થઇ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application