સુરતનાં માંગરોળ તાલુકાનાં ધામદોડ ગામની હદમાં નેશનલ હાઈવે પર અજાણ્યા આઇસર ટેમ્પાનાં ચાલકે મોટરસાઈકલનાં ચાલકે અડફેટે લેતાં યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લા હાંસોટ તાલુકાનાં કાંટાસાયણ ગામે રહેતા મહમદ વારીસ અમીરભાઈ સિંધા જેઓ મોટરસાઇકલ નંબર GJ/16/BA/6074 લઈ ગત મંગળવારનાં રોજ નેશનલ હાઈવે નંબર-48 માંગરોળથી ભરૂચ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.
તે સમયે માંગરોળનાં ધામદોડ ગામની હદમાં નેશનલ હાઈવે નંબર-48 પર અજાણ્યા આઇસર ટેમ્પાનાં ચાલકે અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ. બનાવ અંગે મૃતકમાં મોટાભાઈ નાએ માંગરોળ પોલીસ મથકમાં અજાણ્યા આઇસર ટેમ્પા ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application