સુરતનાં માંગરોળ તાલુકાનાં તરસાડી ગામે રહેતા પરિવારની એક પરણિત મહિલાએ પોતાની 8 વર્ષીય બાળકીને લઈ સ્યુસાઇડ નોટ લખી ગુમ થઈ જતાં પતિએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જોકે સ્યુસાઇડ નોટમાં શરીરથી કંટાળીને દીકરી સાથે પાણીમાં કુદી આત્મહત્યા કરવા અંગેનુ વર્ણન કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંગરોળ તાલુકાનાં તરસાડી ગામે પંડવાઇ રોડ પર આવેલ સ્વસ્તિક રેસિડેન્સીના મકાન નંબર-62માં રહેતા પ્રકાશકુમાર કરશનભાઈ પટેલ (ઉ.વ.33) જેઓ કરંજ ખાતે આવેલ સહલીન નામની કંપનીનાં સુપર વાઇઝર તરીકે ફરજ બજાવે છે.
તેમજ પરિવારમાં પત્ની ભૂમિકા તેમજ બે સંતાનોમાં મોટો 14 વર્ષીય પુત્ર, રૂષભ તેમજ 8 વર્ષીય દીકરી ત્રિશા સાથે રહેતા હતા અને ગત તા.24 ઓગસ્ટનાં રોજ પ્રકાશભાઈ મોડી સાંજે 7:30 વાગ્યે પોતાના ઘરે આવ્યા ત્યારે દીકરા રુષભે જણાવ્યું હતું કે, મમ્મી અને ત્રિશા સાંજનાં 5 વાગ્યેથી બજારમાં ગયા છે જે હજુ સુધી પરત આવ્યા નથી.
જેથી પ્રકાશભાઈએ આસપાસ તેમજ સગા સબંધીને ફોન કર્યો હતો જે વખતે એકાએક પોતામાં ઘરમાં પ્રકાશભાઈને ટીવી વાળા સોકેશમાં કાચ પર મુકેલો દેખાઇ આવ્યો જેમાં પત્ની ભૂમિકાએ શરીરથી કંટાળીને પોતાની દીકરી સાથે ક્યાંક ગઈ પાણીમાં પડતું મૂકી આત્મહત્યા કરવાની અંગે જણાવ્યું હતું. જયારે પ્રકાશભાઈએ ઘટના અંગે પોતાના સાસરિયાને જાણ કરી કિમ પોલીસ મથકમાં જાણ કરી હતી જેથી કિમ પોલીસ હાલ બનાવની ગંભીરતા જાણી તપાસ કરી રહી હોવાનું જણાય આવ્યું હતુ.
જોકે ભુમિકાબેનની ઉચાઇ આશરે 6 ફુટ જેટલી અને રંગે ઘઉ વર્ણ શરીરે મધ્યમ બાંધાની છે. જેના વાળ કાળા અને લાંબા છે. જેણે શરીરે ગુલાબી કલરનો કુર્તો અને કમરે સફેદ કલરની સલવાર પહેરેલ હતી અને કાનમા સોનાના બુટી તથા ગળામાં સોનાનુ મંગળ સુત્ર પહેરેલ છે. તેમજ તેમની સાથે રહેલી છોકરી ત્રીશાબેનની (ઉ.વ.8) વર્ષ છે અને રંગે શ્યામ વર્ણની છે. શરીરે પાતળા બાંધાના છે. શરીરે કાળા કલરનો કુર્તો તથા કમરે વાદળી કલરનુ જીન્સ પેંટ પહેરેલ છે ભૂમિકા બહેને તેની સાથે અંબે માતાજીની પંચધાતુની મુર્તિ સાથે લઇ ગયેલ છે.
હું મારી જાતે જ આ મારા શરીરથી કંટાળીને આ પગલું ભરૂ છુ મારી જાતે અને મારી મરજીથી જ મારે મરી જવુ છે અને મારી ત્રીશામારા વગર રેતી નથી અને મને કોઇનાપર વિશ્વાસ નથી એટલે હું એને મારી સાથે જ મારી નાખવુ યોગ્ય સમજુ છુ. મારૂ કોઇ જ કરે એમ નથી. તમે લોકો અને મારા મમ્મી પપ્પા કે મારા ઘરનુ કોઇ પણ એટલે મારે કોના પર ઓપરેશન કરાવવાનું આની આગળ પણ ત્રીશાના સીઝર વખતે અને પછી પણ હું ૧ વર્ષ બિમાર હતી.
ત્યારે જોય લિધેલુ કોઇ કરે એમ નથી અનુભવ કે કોઇને જ નથી કેવુ રૂષભનું ધ્યાન રાખજો ભણાવજો અને આઘરમાં મારી જે કઇ પણ વસ્તુઓ છે તે કોઇને જ ની આપતા બધુ જ મારૂ સોનુ પણ રૂષભનો જ અધિકાર રહેશે. હું આ ઘરમાંયે કઇ જ લઇ જતી નથી. પકા તારૂ કઇય જ લિધુ નથી બસ મારા ભગવાનની મુર્તી અને ત્રીશાને સાથે લઇને જ પાણીમાં કોઇ જગ્યાએ જતી રહીશ માતાજી કરીને અમારી લાશ પણ કોઇને તમને ની મળે મારે તમારા કોઇ કપડા કે મારા મમ્મી પપ્પાના કોઇના કપડા પહેરવા કે ઓઢીને જવુ નથી એના કરતા તો મારી લાશને પાણીમાં માછલા અને જંતુઓ ખાઇ જાય મારી જે પણ કઇ ક્રિયા કરો તે આ જ કોસંબાના ઘરમાંથી જ કરજો રણકપુરથી નહિ અને મને જીવતા જીવત ખુબ બદનામ કરી હવે મરી ગયા પછી છેલ્લી ઇચ્છા ધરાવી વિનંતી કરૂ છુ મને બદનામ ની કરતા મે કોઇ ખોટા કામ નથી કર્યા આ જીવનની ભુલચુક માફ કરજો અને પકા તુ તારી જીંદગી શાંતિથી નવેસરથી જીવજે. જયશ્રી ક્રુષ્ણા ભુમિ.
એક ચિઠ્ઠી બીજી નિચે મુકુ છુ, મારી મમ્મી પપ્પાને આપી દેજો મમ્મી હુ મારી મરજીથી જ આ પગલુ ભરૂ છુ એટલે પકાને કે બીજા કોઇને જવાબદાર ઠહેરાવી અને મારા ગયા પછી હંગામો કરી ધમાલ ની કરતા મારૂ તમે પણ કોઇ કરે એમ નથી ખબર જ છે મને પપ્પા મારી મમ્મીનુ ધ્યાન રાખજો મારી પાસે મારૂ સોનુ અને પૈસા હતા તે જો અનાથ બાળકોને ભણાવવા અને ખાવા પીવા માટે મારી અને મારી ત્રીશા પાછળ મારી જાતે જ દાન કરી દિધા છે મારે તમારૂ પણ કંઇ જ જોઇતુ નથી અને મારી અને મારી છોકરીની કોઇ પણ ક્રિયામાં મારા ઘરના દરવાજે પારુલને લાવતા નહિ આ મારી છેલ્લી ઇચ્છા છે શાંતિથી રેજો અને ધ્યાનીને પથુને મારી ખુબ બધી યાદ. હરિ ઓમ ભુમિ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application