સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં ભટગામે મોટા ફળિયામાં રહેતા અને ખેતમજૂરી કરતા મિતુલભાઈ છનાભાઈ રાઠોડ (ઉ.વ.29) નાઓ રવિવારનાં રોજ બપોરનાં સમયે પોતાના મકાનમાં સુઈ રહ્યા હતા. તે સમયે ઊંઘમાં બાજુમાં મુકેલા ટેબલ ફેનમાં હાથ લાગી જતા ટેબલ ફેન ટેબલ પરથી પડી મિતુલનાં શરીરે પડ્યો હતો જેથી ટેબલ ફેનનો કરંટ મિતુલને લાગતા તેને સારવાર અર્થે સરકાર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે મિતુલને મૃત જાહેર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application