આજે સૂર્યપુત્રી તાપીનાં જન્મ દિવસ નિમિતે તાપીની પૂજા અર્ચનનાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કુરૂક્ષેત્ર જીર્ણનોધ્ધાર સમિતિ દ્વારા આજે તાપી મૈયાને 851 મીટરની ચુંદડી અર્પણ કરાઈ હતી. સુરતનાં કોટિયાક નગરમાં ચાલી રહેલી 825મી શ્રી રામ કથાને અનુલક્ષીને આજે 851મી. લાંબી ચુંદડી કુરુક્ષેત્રના સૂર્યઘાટ પર અર્પણ કરાઈ હતી.
સૂર્યપુત્રી તાપીનું પોતાનું એક અલગ મહત્વ છે. ગંગા સ્નાન કરવાથી પાવન કરે છે. યમુના આચમન કરવાથી પાવન કરે છે, નર્મદા દર્શન કરવાથી પાવન કરે છે જ્યારે તાપી સ્મરણ માત્રથી પાવન કરે છે. જયારે સૂર્યપુત્રી તાપી માતા જગતનું કલ્યાણ કરનારી છે.
આજે યોજાયેલ કાર્યક્રમમાં ‘તાપી મૈયાના જય જય કાર’થી કિનારાનું સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં સુરત શહેરમાંથી તાપી મૈયાની પૂજા અર્ચના કરવા ભક્તો ઉમટી પડ્યા હતા ભુદેવો દ્વારા મંત્રોચ્ચાર કરાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500