બારડોલીનાં પાઠક ફળિયામાં બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી, તસ્કરો 75 હજારનીની ચોરી કરી ગયા હતાં, જ્યારે બારડોલી શ્રીરામ નગરમાં મળસ્કે તસ્કરો મોટરસાયકલ પર આવીને ઘૂસ્યા હતા અને તાળું તોડ્યુ પરંતુ હાથે કઈ નાં લાગતાં ખાલી હાથે ભાગી ગયા હતા. રામેશ્વર સોસાયટીમાં તસ્કરો ચોરી કરી ગયા હતા અને જેપી નગરમાં તસ્કરો ઘુસી ગયા હતા.
બનાવની વિગત એવી છે કે, બારડોલીમાં પાઠક ફળિયામાં રહેતાં કેયુર અમૃતભાઇ પારેખ ઘર બંધ કરીને વેકેશન પુરુ થતા પિયર ગયેલી પત્ની અને બાળકોને લેવા માટે ગયો હતો તે અરસામાં રાત્રિનાં સમયે બંધ ઘરને નિશાન બનાવ્યું હતુ. જોકે ઘરનાં દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી કબાટમાં મુકેલ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને કબાટમા મુકેલ સોનાની ચેઇન, કાનની બુટ્ટી તથા 3 જોડી ચાંદીના સાંકળા મળી કુલ 75 હજારની મતાની ચોરી કરી ગયા હતા. જયારે સવારે અમદાવાદથી પરિવાર સાથે ઘરે પરત આવતા, ઘરનો દરવાજો તુટેલો જોઇ ચોરી થઇ હોવાનું જણાતા બનાવ અંગે બારડોલી પોલીસને જાણ કરી હતી.
જયારે બીજા બનાવમાં શ્રીરામ નગરમાં 3 મહિનામાં ચોથી વખત સોસાયટીમાં તસ્કરો ઘૂસ્યા હતા અને મળસ્કે 4:15 વાગ્યે 2 તસ્કરો મોટરસાયકલ પર સોસાયટીમાં ઘુસી ગયા હતા. એક ઘરના દરવાજોનું તાળું તોડ્યું હતું. પરંતુ વહેલી સવાર હોવાથી લોકો જાગી જતા તસ્કરો ખાલી હાથે ભાગી ગયા હતા. જયારે આ બંને ચોર સીસી ટીવી કેમેરામાં કેદ થયા હતા અને જે સોસાયટીમાં આવતા અને તાળું તોડતા જોવા મળ્યા હતા.
વધુમાં બારડોલી નગરમાં રામેશ્વર સોસાયટીમાં આવેલ 45 નંબરનાં ઘરમાં રહેતા અને યુપી વતનમાં ગયેલ યુવકનાં બંધ મકાનમાંથી તસ્કરો રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા છે જ્યારે જે.પી નગર સોસાયટીમાં 15 નંબરનાં મકાનમાં રહેતાં અજયસિંગ સુરગ્યાનસિંગ રાજપૂત 15 દિવસથી પરીવાર સાથે રાજસ્થાન ગયા હોય, રાત્રિના સમયે બંધ મકાનનાં 3 દરવાજા પર લગાવેલ તાળાઓ તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતાં, કબાટમાં મુકેલ સામાન વેરવિખેર કરી ચોરી કરી ગયા હતાં, પરિવાર હજુ વતનમાં હોવાથી કેટલાની ચોરી થઈ હોવાનું જાણી શકાયું નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500