સુરતનાં માંગરોળ તાલુકાનાં કનવાડા ગામે ખેતરમાં જુગાર રમી રહેલા સાત જુગારીઓને ઝડપી પાડી જુગારીઓ પાસેથી રૂપિયા 70,120/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મળતી માહિતી અનુસાર, સુરત LCB પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ ટીમ બનાવી માંગરોળ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, કનવાડા ગામની સીમમાં નહેર પાસે મુકેશભાઈ કરશનભાઈ પટેલના ખેતરમાં આવેલ બંગલીનાં ઓટલા પર કેટલાક ઈસમો ગંજીપાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે.
જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે છાપો મારતા જુગાર રમી રહેલા અહમદ ઇસ્માઇલ ભુલા (રહે.ચરેઠાગામ,માંગરોળ), પ્રદીપસિંહ પ્રવિણસિંહ વાંસિયા (રહે.વડોલી,માંગરોળ), હેમંતસિંહ બળવંતસિંહ મહિડા (રહે.વડોલી,માંગરોળ), શૈલેન્દ્રસિંહ વિજયસિંહ આલુંજા (રહે.મોટી પારડી, માંગરોળ), મુકેશસિંહ નટવરસિંહ અકલોડિયા (રહે.મોટીપારડી, માંગરોળ), મુકેશ જગદીશ ચૌહાણ (રહે.વસરાવી,માંગરોળ) અને મુકેશ કરશન પટેલ (રહે.કનવાડા,માંગરોળ) નાની અટક કરી હતી. આમ, પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા 25,120/- અને 7 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 70,120/-નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500