Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Raid : જુગાર રમતા સાત જુગારીઓ ઝડપાયા

  • November 02, 2022 

સુરત એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે, પલસાણાનાં તાંતીથૈયા ખાતે આવેલા પ્રથમ પાર્ક બિલ્ડીંગની પાછળનાં ભાગે આવેલી ખુલ્લી જગ્યામાં જાહેરમાં પત્તાં પાના પર પૈસા વડે હાર-જીતનો જુગાર રમાઈ રહ્યો છે. જે ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે રેડ કરી હતી. આમ, પોલીસે સ્થળ પરથી જુગાર રમી રહેલા મીથીલેશ પ્રકાશ ગોસ્વામી, રાહુલકુમાર ભરતલાલ લોઢી, મહેશ રમેશ કેથલ, લલિતસિંઘ રામઆશરે ઠાકુર, રાકેશકુમાર રામપ્રકાશ પટેલ, મનીષ સ્વયંમવર પ્રસાદ યાદવ તેમજ શિવકુમાર સુકલાલ યાદવને ઝડપી પાડ્યા છે. જોકે પોલીસે તમામ જુગરીઓ પાસેથી દાવ પરની રોકડ, અંગઝડતીની રોકડ તેમજ 5 મોબાઇલ ફોન મળી રૂપિયા 40,390/-નો કુલ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આમ, પોલીસે તમામ વિરુદ્ધ જુગરધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application