બારડોલી તાલુકાનાં સુરાલી ગામે એક ઇસમે પરિણીત મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું હોવાની ફરિયાદનાં આધારે બારડોલી ગ્રામ્ય પોલીસે દુષ્કર્મ આચરનાર લંપટ રમેશ ઉર્ફે રામુ મિશ્રાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, બારડોલી ગ્રામ્ય પોલીસ મથકમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. જેમાં રામુ નામના ઈસમે દૂરના સંબંધીની એક પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું સાથે તેના અંગત પળોના લીધેલા ફોટો પણ વાઇરલ કરવાની ધમકી આપતો હતો.
થોડા માસ અગાઉ ઠાઠ માઠમાં મઢી સુરાલી પંથકમાં રહેતા રામુ મિશ્રાએ નવી કાર લીધી હતી અને એ કારના ફોટા રામુ મિશ્રાએ વોટ્સએપ ગ્રૂપમાં શેર કર્યા હતા. તે સમયે ભોગબનનાર પરણિતાએ અભિનંદન પાઠવ્યા હતાં. ત્યારથી બંને વોટ્સએપના માધ્યમથી નજીક આવ્યા હતા. આ વાત અહીંથી અટકી ના હતી અને રામુ મિશ્રાએ પરણિતા સાથે શારીરિક સુખ માણવાનું મન બનાવ્યું હતું. થોડા સમય અગાઉ રામુ મિશ્રા પારિવારિક ટૂરમાં ફરવા ગયા હતા.
જ્યાં રામુ મિશ્રાએ પરિણીતા સાથે શરીરસુખ માણી અંગત પળોના ફોટો પાડી લીધા હતા અને બાદમાં અવાર નવાર આ ફોટા વાઇરલ કરવાની ધમકીઓ આપી પરિણીતા સાથે દુષ્કર્મ આચરવા ફરજ પાડતો હતો. આખરે પરિણીતાએ કંટાળી બારડોલી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ આપી હતી. પરિણીતા અને તેના પરિવારજનો પણ રામુ મિશ્રાની હરકત અને ત્રાસથી થાકી ગયા હતા. આમ બારડોલી ગ્રામ્ય પોલીસએ 376 તેમજ અન્ય વિવિધ પ્રકારની કલમો ઉમેરી ગુનો દાખલ કર્યો હતો અને દુષ્કર્મ આચરનાર રામુ મિશ્રાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500