સુરતનાં વરાછા વિસ્તારમાં સવારે પ્રેમ પ્રકરણમાં કોલેજીયન યુવતી અને યુવાને ટ્રેન નીચે પડતુ મુકીને આત્મહત્યા કરીને જીવન ટુંકવ્યું હતું. સ્મીમેર હોસ્પિટલથી મળતી માહિતી મુજબ, ડીંડોલી વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતી ઘરેથી શુક્રવારે સવારે કોલેજ જવાનું કહીને નીકળી હતી. ત્યારબાદ યુવતી અને ડીંડોલી વિસ્તારમાં રહેતો 21 વર્ષીય યુવાને વરાછા વિસ્તારમાં રેલવે ટ્રેક પર ટ્રેનની સામે આવીને પડતુ મુકીને આત્મહત્યા કરી હતી.
જયારે યુવતી સુરત વિસ્તારની કોલેજમાં અભ્યાસ કરી હતી. જોકે તેની ઘર પાસે રહેતો અને સિટી બસના કર્મચારી સાથે આંખ મળી ગઇ હતી પરંતુ તેમના પરિવારને તેમનો પ્રેમ સંબંધ મંજુર ન હોવાથી તેમણે આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે. યુવતી મુળ ઉતરપ્રદેશની વતની હતી. તેના પિતા ઉધના વિસ્તારમાં કાપડાની દુકાનમાં નોકરી કરે છે. બનાવ અંગે વરાછા પોલીસે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application