સુરતનાં પલસાણા તાલુકાનાં ચલથાણ ગામેથી મેઈન બજારમાં એક બંધ ઓફિસમાં અંદર બેસી જુગાર રમતા 6 ઇસમોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચલથાણ ગામે ટેલિફોન એક્સચેન્જની બાજુમાં આવેલ અભિનંદન પાર્ક સોસાયટીમાં દુકાન નંબર-5માં આવેલ બંધ ઓફિસમાં જુગાર રમી રહ્યા છે.
જે બાતમીનાં આધારે પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમતા વિમલભાઇ રમેશભાઈ ઢીમમર (રહે.રામનગર, ચલથાણ), જીગ્નેશભાઈ કાંતિલાલ ભાવસાર (રહે.આનંદ નગર, ચલથાણ), રણજીતભાઈ જયસિંગભાઈ રાજપૂત (રહે.આનંદ નગર, ચલથાણ), એકનાથભાઈ નારાયણભાઈ માળી (રહે.આનંદ નગર, ચલથાણ), દિલીપભાઇ લખનભાઈ શાહુ (રહે.ગોકુલધામ સોસાયટી, તાંતીથૈયા) અને મનોજભાઈ કાંતિલાલ ઢીમમર (રહે.રામ નગર, ચલથાણ) નાઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા અને દાવ પર લાગેલા રૂપિયા 16,670/- તેમજ અંગ ઝડતીનાં 60,660/- અને મોબાઈલ મળી કુલ રૂપિયા 1,32,330/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500