Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : જાહેરમાં જુગાર રમતા 6 ઈસમો ઝડપાતા પોલીસે કાર્યવાહી કરી

  • July 25, 2022 

સુરતનાં પલસાણા તાલુકનાં જોળવા ગામનાં ગાર્ડન ગ્રીન સીટીમાંથી જુગાર રમતા 6 ઈસમો ઝડપાતા કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા પોલીસ સ્ટાફનાં માણસોને ગતરોજ ખાનગી રાહે બાતમી મળી હતી કે, સુરત જિલ્લાના પલસાણા તાલુકનાં જોળવાની ગાર્ડન ગ્રીન સીટીમાં કેટલાક લોકો જાહેરમાં ટોળું વળી જુગાર રમી રહ્યાં છે.




જે બાતમીનાં આધારે પલસાણા પોલીસની ટીમે બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરી જોળવામાં ગાર્ડન સીટીમાં જાહેરમાં ટોળું વળી જુગાર રમી રહેલા 6 ઈસમો શિવદાસ પાટીલ, રાજુભાઇ ઘોંટે, શરદ પાટીલ, સમાધાન સપકાળે અને સંતોષ પાટીલ નાઓને ઝડપી પાડી અને તેમજ દાવપર લાગેલા રૂપિયા 3,290, અંગ ઝડતીનાં 9,290 તેમજ 3 નંગ મોબાઈલ જેની કિંમત રૂપિયા 23,000/- મળી કુલ રૂપિયા 35,580/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુણો નોંધી કાર્યવાહી  હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application