સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં એક યુવક વરાછા કો-ઓપરેટિવ બેંકનાં ATMમાં રૂપિયા જમા કરાવવા માટે ગયો હતો. તે દરમિયાન ત્રણ શખસ ATMમાં પ્રવેશ કરીને જ્યારે યુવક પૈસા ભરી રહ્યો હતો ત્યારે તેની આસપાસ ગોઠવાઈ જઈને ચપ્પુ જેવું તીક્ષ્ણ હથિયાર બતાવીને લૂંટ ચલાવી હતી. ચહેરા પર માસ્ક અને રૂમાલ બાંધીને આવેલા લૂંટારાઓના ચહેરાથી યુવક તેમને ઓળખી શક્યો નહોતો. જોકે લૂંટારાઓએ ચલાવેલી લૂંટ CCTVમાં કેદ થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સચિન જીઆઇડીસી વિસ્તારમાં ગતરોજ રાત્રીનાં સમયે 9:50 વાગે ચંદનકુમાર શ્યામદેવપ્રસાદ ચૌરસિયા (ઉ.વ.27) વરાછા કો-ઓપરેટિવ બેન્કના ATM સેન્ટરમાં પ્રવેશે છે અને બેગમાં રૂપિયા ભરીને ATMમાં પ્રવેશ કરતાંની સાથે અન્ય ત્રણ ઈસમ જાણે તેનો પીછો કરતા હોય અને બેગમાં રકમ મોટી છે.
આ પ્રકારની માહિતી હોય એ રીતે અંદર પ્રવેશે છે અને યુવક જ્યારે ATM તરફ મો રાખીને ઊભો રહ્યો ત્યારે તેની પાછળ ત્રણ ઈસમ આવીને ઊભા રહી જાય છે. તેમજ યુવકની પાછળ યુવકો ઊભા રહેતાં તેનો અંદાજ આવી ગયો હતો કે, તેઓ બદઇરાદાથી ATM કેબિનમાં પ્રવેશ્યા છે. યુવક પોતાનો બચાવ કરે એ પહેલાં જ તેમનામાંથી એકે ઇસમે તીક્ષણ હથિયાર કાઢીને તેની બેગમાં રહેલી રોકડ રકમ લૂંટી લઇ તેઓ ફરાર થઈ ગયા હતા.
જોકે લૂંટની આ ઘટનાનો CCTV સામે આવ્યા બાદ સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓએ તપાસનો દોર શરૂ કર્યો છે. જયારે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોઇ જાણકાર દ્વારા જ આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે અને યુવક પાસે મોટા પ્રમાણમાં રકમ છે એ બાબતની તેમને જાણ હોઈ શકે છે. હાલ CCTV ફૂટેજનાં આધારે સચિન જીઆઇડીસી પોલીસ દ્વારા ગુનો નોંધી લૂંટારાઓને ઝડપી પાડવાના પ્રયાસો શરૂ કરાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500