સુરત જિલ્લા એસ.ઓ.જી.ની ટીમે કામરેજ ચાર રસ્તા નજીકથી ગાંજા સાથે એક શખ્સને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે પોલીસે રૂપિયા 50 હજારથી વધુની કિંમતના ગાંજો કબ્જે કરી, 3 ને વોન્ટેડ જાહેર કર્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એસ.ઓ.જી.ની ટીમે ગતરોજ ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે કામરેજ ચાર રસ્તાથી અમદાવાદ તરફ જતાં રોડ પર એક દુકાન પાસેથી કાળા રંગના રેક્ઝિનની બેગ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
જોકે પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, અખ્તર હુસેન સૈયદ્દીન રંગરેજ (રહે.અમદાવાદ)ના હોવાનું જણાવ્યુ હતું. ત્યારબાદ પોલીસે બેગમાં ચેક કરતાં અંદરથી માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતોઅને પોલીસે જણાવ્યુ હતું કે, શખ્સ પાસેથી 5.044 કિલો ગાંજો મળી આવ્યો હતો જેની કુલ કિંમત રૂપિયા 50,440/- હતી.
વધુમાં પોલીસે તેની પાસેથી 1 નંગ મોબાઇલ, રોકડા રૂપિયા 1300 મળી કુલ રૂપિયા 52,240/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે અખ્તર હુસેનની ધરપકડ કરી તેની પૂછપરછ કરતાં તેને જણાવ્યુ હતું કે, તે ગાંજાનું છૂટક વેચાણ કરે છે અને અમદાવાદથી તે ગાંજો લેવા માટે આવ્યો હતો.
તેમજ અજય નામનો ઈસમ આ ગાંજો વેચાણથી આપી ગયો હતો અને મહેસાણાના રફીક ધોબી તેમજ મોઈન બાપુએ આ જથ્થો મંગાવ્યો હતો. પોલીસે અજય, રફીક ધોબી અને મોઈન બાપુને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500