Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : અજાણ્યા તસ્કરોએ રૂપિયા 1.67 લાખની ઈલેક્ટ્રોનિક વસ્તુ ચોરી જતા પોલીસ ફરિયાદ

  • September 07, 2022 

ઓલપાડનાં દિહેણ ગામે આવેલ વિકેન્ડ હોમમાં એક બાંગ્લામાં બે દિવસ અગાઉ રાત્રીના સમયે તસ્કરો ત્રાટકયા હતા તસ્કરોએ બંગલાને નિશાન બનાવી બાંગ્લા માંથી જુદા-જુદા રૂમમાં લગાવેલા 5 એસી ઇન્ડોર અને આઉટડોર યુનિટ બને કાઢી ગયા હતા તેમજ બંગલામાં લગાવેલા પંખા અને બાથરૂમમાં લગાવેલા કિંમતી નળ કાઢી જતા બંગલાના માલિકે ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અડાજણ વિસ્તારમાં ચોકસી સ્કિન એન્ડ હેર ક્લિનિક ચલાવતા ડો.અભિનવ બિમલ ચોકસી જેઓ હાલ ઘોડદોડ રોડ પર ધર્મયુગ સોસાયટીમાં રહે છે.




જોકે તેઓ ઓલપાડ તાલુકાનાં દિહેણ ગામે સન્ડે વિજેલ રિયલ ફાર્મમાં વિકેન્ડ હોમ બંગલો ધરાવે છે જ્યાં ડોકટરનું પરિવાર ફક્ત રવિવારના રોજ જાય છે ગત રવિવારે વિકેન્ડ હોમથી આવ્યા બાદ ડોકટર તેમના કામ અર્થે અમદાવાદ ગયા હતા ત્યારે તેઓ પર રિયલ ફાર્મના મેનેજરનો ફોન આવ્યો અને જણાવ્યું કે આપના બંગલાના નંબર-66માં ચોરી થઈ છે તબીબનાં પરિવાર બંગલા પર ગઈ જોયું તો બંગલામાં વિવિધ રૂમમાં લગાવેલા 5 એસી (આઉટ ડોર અને ઇન્ડોર યુનિટ રિમોર્ટ સાથે) તસ્કરો ચોરી ગયા હતા તેમજ 3 દિવાલ ફેન અને બાથરૂમમાં લગાવેલા કિંમતી નળ મળી કુલ રૂપિયા 1,61,048/-નાં ચોરાયા હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના અંગે તબીબે ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application