Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દુકાનમાંથી મોબાઈલ અને રોકડ રકમની ચોરી થતાં પોલીસ ફરિયાદ

  • June 23, 2022 

સુરતનાં પુણા સ્થિત નંદનવન સોસાયટી પાસે આવેલી મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી હતી જેમાં ત્રણ જેટલા ઈસમો દુકાનમાં પ્રવેશ કરી 6 મોબાઈલ અને 28 હજારની રોકડ મળી કુલ રૂપિયા 95 હજારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જયારે ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પુણા સ્થિત નંદનવન સોસાયટી વિભાગ 3 પાસે રહેતા હિંમતભાઈ રામભાઈ મકવાણા પોતાના ઘર પાસે જ ખુશી મોબાઈલ નામની દુકાન ધરાવે છે. જોકે તેઓની દુકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હતી. જેમાં ત્રણ જેટલા ઈસમો દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ્યા હતા અને દુકાનમાંથી 67 હજારની કિમતના 6 મોબાઈલ અને 28 હજારની રોકડ મળી કુલ 95 હજારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.




જયારે દુકાનમાં ચોરી થઇ હોવાની જાણ થતા તેઓ ચોંકી ઉઠ્યા હતા તેઓએ ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસતા ત્રણ જેટલા ઈસમો વહેલી સવારમાં દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં ચોરી કરતા નજરે ચઢ્યા હતા. આ ઘટના બાદ તેઓએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પુણા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application