Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Complaint : સગીરાનું અપહરણ કરનાર યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ

  • July 31, 2022 

મહારાષ્ટ્રનાં નંદુરબાર જિલ્લાનો યુવક બારડોલીની 17 વર્ષીય સગીરાનું અપહરણ કરી ગયો હોવાની શંકાના આધારે બારડોલી ટાઉન પોલીસ મથકમાં સગીરાનાં પિતાએ યુવક વિરુદ્ધ બારડોલી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલીની એક સોસાયટીમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતાં વેપારીની 17 વર્ષીય પુત્રી ગત તા.26મી જુલાઈના રોજ ગુમ થઈ ગઈ હતી.




જોકે પરિવારજનોને તેમની દીકરીને મહારાષ્ટ્રનાં નંદુરબાર જિલ્લાનાં રજાળે ગામે રહેતો યોગેશ હિલાલ પાટિલ ભગાડી ગયો હોવાની શંકા ગઈ હતી. શોધખોળ બાદ પણ પુત્રીનો કોઈ પત્તો નહીં લાગતાં પિતાએ બારડોલી ટાઉન પોલીસનો સંપર્ક કર્યો હતો અને યોગેશની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. યોગેશ તેમની પુત્રીને લગ્નની લાલચે વાલીપણામાંથી અપહરણ કરી ગયો હોવાનું ફરિયાદમાં જણાવ્યુ હતું. પોલીસે ફરિયાદના આધારે યોગેશ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી બંનેની શોધ ખોળ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application