સુરતનાં કતારગામનાં વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીએ ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ આપતા જણાવ્યું હતુ કે, કતારગામનાં બાપાસીતારામ નગરમાં નંદનવન સોસાયટીમાં રહેતા 21 વર્ષીય ગોપાલભાઈ સંદીપભાઈ ભુવા સાથે તેઓ થોડા વર્ષો અગાઉ લિવઇન કરાર આધારિત રહેતા હતા.
જોકે ત્યારબાદ યુવક-યુવતી વચ્ચે રકઝક થયા યુવતીએ કરાર રદ કરાવી છેલ્લા એક વર્ષથી પોતાના પિતાના ઘરે રહેતી હતી જે દરમિયાન છેલ્લા એક વર્ષમાં ગોપાળભુવા યુવતીનાં ઘરે અવાર-નવાર ગઈ અગાઉ લિવઇનમાં રહેતા હતા ત્યારના યુવતી સાથેના પોતાના મોબાઈલમાં રાખેલા અંગત ફોટા યુવતીને બતાવી ઠિકામુકકાનો મારમારી હતો.
તેમજ આ ફોટા બધાને વાઇરલ કરી દેવાના ધમકી આપી બ્લેકમેઇલ કરી યુવતી સાથે બળજબરીથી શારીરિક સબંધ બાંધતા યુવતીએ ઓલપાડ પોલીસ મથકમાં ગોપાલ ભુવા વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે બળાત્કાર સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500