બારડોલી તાલુકામાં ચોરીનાં બનાવો યથાવત છે જોકે રાત્રિ દરમિયાન તસ્કરોએ બારડોલી તાલુકાનાં સિંગોદ ગામે આવેલ ભવાની માતાના મંદિરને નિશાન બનાવ્યું હતું અને દાન પેટી તોડી તસ્કરો અંદરથી અંદાજિત 4500 રૂપિયા રોકડાની ચોરી કરી ગયા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી તાલુકાનાં સિંગોદ ગામે કડોદ મઢી રોડ પર આવેલા ભવાની માતાના મંદિરમાં બુધવારની રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરમાં લગાવેલ CCTV કેમેરાને નુકસાન પહોંચાડી મંદિરમાં મુકેલ દાનપેટી તોડી નાખી અંદાજિત રૂપિયા 4,500/-ની રોકડ ચોરી કરી ગયા હતા.
બનાવ અંગે મંદિરની સફાઈ કરતાં રમેશભાઈ ઈચ્છુંભાઈ રાઠોડે મંદિરના વહીવટકર્તા પ્રકાશ રણછોડ પટેલને જાણ કરી હતી તેથી તેમણે બારડોલી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500