સુરતનાં પલસાણા તાલુકાનાં પીસાદ ગામે રહેતા અને પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવતા દંપતીનાં મિત્રનાં ખેતર માંથી પડોશીએ કાપેલા ઘાસ બાબતે થયેલી બોલાચાલી ના કારણે પશુપાલકના બે પુત્રો વૃદ્ધ પર તૂટી પડી ઢોરમાર મારી આડેધની હાલત ગંભીર કરી નાંખતા આડેધનાં પુત્રએ પોલીસમાં ફરિયાદ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પલસાણાનાં પીસાદ ગામે તળાવ ફળિયામાં રહેતા ભીખુભાઈ છગનભાઈ રાઠોડ (ઉ.વ.70) તેમની પત્ની સાથે રહી પશુપાલન કરી ગુજરાન ચલાવતા હતા.
જોકે પશુપાલન માટે ભીખુભાઇ ગામમાં આવેલ તેમના મિત્ર પરેશના ખેતર માંથી ઘાસ ચારો લાવતા હતા જયારે રવિવારના રોજ ભીખુભાઇની બાજુમાં રહેતા ગિરીશભાઈ જેઠાભાઇ રાઠોડ પરેશભાઈના ખેતર માંથી ઘાસ કાપી લાવતા ભીખુભાઇની અને ગિરીશભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જે બાબતે ગીરીશભાઈના બે પુત્રો જીગ્નેશ અને વિશાલ બંને ભીખુભાઇ પર ઉગ્ર થઈ તૂટી પડતા હતા.
તેમજ ભીખુભાઇને ઢોર માર માર્યો હતો આ ઝઘડામાં ભીખુભાઇને છાંતીના ભાગે માર વાગતા પાંસડી તૂટી જતા તત્કાલીક સારવાર અર્થે બારડોલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હતા. જયારે ઝઘડા અંગે ભીખુભાઇનાં પુત્ર ગીરીશભાઈ રાઠોડે પલસાણા પોલીસ મથકમાં ગીરીશભાઈ જેઠા રાઠોડ અને તેના બંને પુત્ર વિરુદ્ધ ફરિયાદ આપતાં પલસાણા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500