Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ

  • July 22, 2022 

મહુવા તાલુકાનાં એક ગામની સગીરાને વાંસદા તાલુકાનો વિધર્મી યુવક લગ્નની લાલચ આપી ફોસલાવી ભગાડી જવાનો બનાવ બનતા પંથકમ ચકચાર મચી જવા પામી હતી. બનાવ અંગે સગીરાની વિધવા માતાએ યુવક વિરુદ્ધ મહુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મહુવા તાલુકાનાં એક ગામની વિધવા માતાની દિકરી જે સગીરા વયની છે જેને માતા મહુવાનાં એક ગામમાં જ તેના મામાને ઘરે મૂકી આવી હતી. પરંતુ ગત તા. 14/06નાં રોજ સગીરા પોતાના મામાનાં ઘરેથી ગુમ થઈ ગઈ હતી. બનાવ અંગેની જાણ  સગીરાની માતાને થતા તેમણે તપાસ કરતા સગીરાને વાંસદાનાં અમન નામના વિધર્મી યુવાન સાથે પ્રેમસંબંધ હોવાનુ જાણવા મળ્યુ હતુ.





ત્યારબાદ પરિવાર દ્વારા વાંસદા અમનના ઘરે તપાસ કરતા તે પણ ઘરે હાજર નહિ હોય અને પરિવારજનો દ્વારા સગીરાની સતત શોધખોળ અને તપાસ બાદ સગીરાની કોઈ ભાળ ન મળતા સગીરાની વિધવા માતાએ વાંસદાના મચ્છીમાર્કેટ પાસે રહેતા અમન સઈદ વિરુદ્ધ સગીરાને લલચાવી ફોસલાવી અને લગ્નની લાલચ આપી પુત્રીને ભગાડી જવા બાબતે મહુવા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ આગળની વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application