પલસાણા તાલુકાનાં બગુમરા ખાતે રહેતા યુવક પોતાની સોર્સનાં ગેટ પર મન્ચુરિયન લેવા માટે ગયો હતો જે સમયે એકાએક ચાર ઈસમો આવી 'તું કયું ભાઈ બનતા હે 'એમ કહી લાકડા વડે મારમારી ચાર પૈકીના એકે કમરના ભાગે ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગે પલસાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રનાં ધુલિયા જિલ્લાના અને હાલ બગુમરા ગામે સુવર્ણ રેસિડેન્સીનાં મકાન નંબર-204માં રહેતા કરણભાઈ નાનાભાઈ સોનવણે (ઉ.વ.21) નાઓ ગત તા.30 ઓક્ટોબરના રોજ સાંજે 7 વાગ્યાના અરસામાં સોસાયટીના ગેટ પર આવેલ મન્ચુરિયનની લારી પર મન્ચુરિયન લેવા માટે ગયા હતા. જે દરમિયાન ત્યાં વિરુસિંહ, લસ્સું રામ, આશિષભાઈ ઉર્ફે મહાજન તિવારી અને કુલદીપ ઉફે કાલુ ચાર લોકો આવી કરણ સોનવણે સાથે જૂની અદાવત રાખી 'તું ભાઈ બનતા હૈ દેખતા હું તું કેસે ભાઈ બનતા હૈ' કહી ચારેય કરણને ગાળો આપી ધિકમુકકાનો મારમાર્યો હતો.
ત્યારબાદ લસ્સું મારવાડી અને કુલદીપે બંને લોકોએ કરણના હાથ પકડી રાખી વિરુસિંહે પોતાની સાથે રાખલો ચપ્પુથી કરણના કમરમાં ભાગે ઘા ઝીંક્યા હતા જે બાદ આશિષ મહાજને લાકડાના ફટકા વડે કરણને ફટકો મારી ઇજાઓ કરી હતી કરણને ઇજાગ્રસ્ત હાલતમાં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટના અંગે કરણના પિતાએ ચાર ઈસમો વિરુદ્ધ નામજોગ પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500