ચોરી, લૂંટ, ધાડ સહિતના બનાવો રોકવા માટે તકેદારીના ભાગરૂપે દરેક દુકાન સંચાલકોએ CCTV કેમેરા લગાડવા સંદર્ભમાં નર્મદા જિલ્લા કલેકટરે જાહેરનામુ બહાર પાડયું હતું. આ જાહેરનામા સંદર્ભમાં દેડિયાપાડામાં પોલીસ વિભાગે ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં શો-રૂમ તથા હીરા ઘસવાના કારખાનાઓમાં તપાસ કરવામાં આવતાં કેટલીય જગ્યાઓએ CCTV કેમેરા લગાડવામાં નહિ આવ્યાં હોવાનું સામે આવ્યું છે.
દેડીયાપાડા પાસે નિવાલદા હાઇવે રોડ ઉપર આવેલ મેઘા ઓટો મોબાઈલ શો રૂમના સંચાલક દિનેશ સાંગા વસાવા, ઓટો મોબાઈલ શો રૂમની ઉપરના મકાનમાં ચાલતા હીરાના કારખાનાના સંચાલક સતીષ રમેશ વસાવા, પાંડોરી માતા સોસાયટીમાં ચાલતા હીરા ઘસવાના કારખાના સંચાલક કેતન ધીરુ કાસોદરિયા, તેમજ સહયોગ નગર ડેડીયાપાડા ખાતે ચાલતા હીરાના કારખાનાના સંચાલક શ્યામદાસ બુધારામ વૈષ્ણવ આ તમામ વિરુદ્ધ CCTV કેમેરા નહિ લગાવી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ નર્મદાએ બહાર પાડેલા જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે
દેડિયાપાડામાં હીરા ઘસવાના કારખાનાઓ ધમધમી રહયાં છે. ગત વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન એક હિરાના બંધ કારખાનામાંથી 64 લાખ રૂપિયાની કિમંતના હીરાની ચોરી થઇ હતી. આ કારખાનાની આસપાસ CCTV કેમેરા લગાવ્યાંમાં આવ્યાં નહિ હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. હીરાના કારખાનાઓને ધ્યાને રાખી તંત્રએ સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત બનાવી દીધું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
April 03, 2025જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
April 03, 2025ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો
April 03, 2025