Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Theft : દિનદહાડે ઘરમાંથી રૂપિયા 6.18 લાખની ચોરી થતાં પોલીસ ફરિયાદ

  • July 25, 2022 

સુરતનાં વેડ રોડની કુબેર પાર્ક સોસાયટીનાં જાનકી પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા હીરા દલાલના ઘરને તસ્કરોએ દિન દહાડે નિશાન બનાવી રોકડ અને દાગીનાં મળી કુલ રૂપિયા 6.18 લાખની ચોરી કરી ભાગી ગયા હતા.  સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વેડ રોડ સ્થિત કુબેર પાર્ક સોસાયટીનાં જાનકી પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતો હીરા દલાલ રાહુલ લક્ષ્મણ ડાંગર (ઉ.વ.36, મૂળ રહે.ખાખી જારીયા,તા. ઉપલેટા,જિ.રાજકોટ) સવારે રાબેતા મુજબ પોતાની ઓફિસે ગયો હતો.




જયારે પત્ની જલ્પા અને બે પુત્ર તથા વતનથી આવેલી સાસુ સહિતનાં સાસરીયા સિંગણપોરની ગીતાનગર સોસાસયટીમાં રહેતી પાટલા સાસુને ત્યાં જમવા ગયા હતા. આ દરમિયાન રાહુલના બંધ ઘરમાં તસ્કરો ઘૂસી જઇ બેડરૂમનાં કબાટનું લોકર તોડી કબાટમાંથી ધંધાનાં રોકડ રૂપિયા 4 લાખ અને સોનાની ચેઇન, વીંટી, કંગન સહિત રૂપિયા 2.18 લાખનાં દાગીના મળી કુલ રૂપિયા 6.18 લાખની ચોરી કરી ભાગી ગયા હતા.




જોકે જલ્પા પરત ઘરે આવી ત્યારે મેઇન દરવાજો ખુલ્લો અને કબાટનું લોકર તુટેલું જોઇ ચોંકી ગઇ હતી અને તુરંત જ રાહુલને જાણ કરી હતી. રાહુલે ઘટના અંગે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા CCTV ફૂટેજનાં આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application