સુરત શહેરનાં વેસુ વિસ્તારમાં હેપી એક્સેલેન્સીયામાં રહેતા રીયલ એસ્ટેટનાં ધંધાર્થીએ દાદીમાંના કેરટેકર તરીકે વીસ દિવસ અગાઉ રાખેલો નોકર ઘરમાંથી રોકડા રૂપિયા 57 લાખ લઇ ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે ઉમરા પોલીસ તપાસ શરૂ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અઠવાલાઇન્સ મેઇન રોડ ક્લેકટર ઓફિસની સામે અમીઝરા એપાર્ટમેન્ટમાં અરિહંત એસોસિએટ નામે રીયલ એસ્ટેટનો ધંધો કરતા તરૂણ અનીલ શાહ (ઉ.વ.34) વેસુનાં જોલી પાર્ટી પ્લોટ નજીક હેપી એક્સેલેન્સીયામાં રહે છે.
તેમજ ઘરમાં સાફ સફાઇ તથા પરચૂરણ કામ અને રસોઇ માટે તરૂણે નોકર રાખ્યા છે. ગત દિવસોમાં તરૂણના વૃધ્ધ દાદીની તબિયત સારી ન હોવાથી અને તેઓ હલન ચલન કરી શકતા ન હોવાથી વધુ એક નોકરની જરૂર હતી. જેથી તરૂણની માતા પાસે ચારેક મહિના અગાઉ એપાર્ટમેન્ટમાં રહેતા નિતીન અદાણીનાં જૂના નોકર જ્યંતિલાલ ખેતમલ નોકરીનું પુછવા આવ્યો હોવાથી તેને બોલાવ્યો હતો.
જેથી જ્યંતિલાલને માસિક રૂપિયા 14 હજારનો પગાર નક્કી કર્યો હતો. દરમિયાનમાં ગત રોજ જ્યંતિ તેના રૂમમાં નજરે નહીં પડતા તરૂણ અને તેની પત્ની સોનિયાએ શોધખોળ કરી હતી. જેમાં જ્યંતિની બેગ પેક કરેલી હાલતમાં હતી અને તરૂણનાં રૂમની કબાટમાંથી રોકડા રૂપિયા 50 લાખ અને તેની માતાના રૂમના કબાટમાંથી રૂપિયા 7 લાખ મળી રૂપિયા 57 લાખ ગાયબ હતા. જેથી તરૂણે એપાર્ટમેન્ટનાં CCTV ચેક કરતા જ્યંતિ તરૂણની સાઇકલની આગળ લોન્ડ્રી બેગ લટકાવીને જતા નજરે પડયો હતો. બનાવ અંગે ઉમરા પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500