બારડોલી તાલુકાનાં ઉતારા ગામે પાદર ફળિયામાં રહેતા એક ઈસમે ઘરેથી કોઈને કશું પણ જણાવ્યા વગર ગુમ થઈ ગયા હતા. જયારે અસ્થિર મગજનો ઈસમ ગુમ થતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી. છતાં કોઈ ભાળ ન મળતા બારડોલી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, બારડોલી તાલુકાના ઉતારા ગામે આવેલા પાદર ફળિયામાં રહેતા રમેશ બાલુભાઈ ચૌધરી (ઉ.વ.45) નવેમ્બર માસની ગત તા.24મી તારીખે પોતાના ઘરેથી કોઈને કશું પણ જણાવ્યા વગર અચાનક ગુમ થઈ ગયા હતા.
જોકે લાંબા સમય સુધી અસંખ્ય શોધખોળ કરવા છતાં તેમની કોઈ ભાળ ન મળતા તેના પુત્ર દ્વારા બારડોલી ગ્રામ્ય પોલીસ મથકે ગુમ થવા અંગેની ફરિયાદ આપી હતી. પોતાના પિતા અસ્થિર મગજના છે, તેમણે શરીરે ગણેશ મંડળ ઉતારા લખેલી ટૂંકી બાઈની ટીશર્ટ અને કાળુ પેન્ટ પહેર્યું છે. જેઓ શરીરે મધ્યમ બાંધો અને ઊંચાઈ 5'5" હોવાનું જણાવતા તેમને કાળી દાઢી મુછ હોવાનું વર્ણન જણાવ્યું હતું. જયારે ગુમ થનાર પુરુષ કોઈને મળી આવે તો બારડોલી ગ્રામ્ય પોલીસ મથકનો સંપર્ક સાધવા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application