Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બોગસ ડોક્ટર ઝડપાતા પોલીસે કાર્યવાહી કરી

  • May 29, 2022 

પલસાણા તાલુકાનાં તાંતીથૈયા ખાતેથી કડોદરા પોલીસે ગુજરાત મેડિકલ જનરલ પ્રેક્ટિસ કરવાના લાઇસન્સ પરવાના વગર દવાખાનું ચલાવી એલોપેથિક પ્રકારની દવાઓ તથા મેડિકલ પ્રેક્ટિસના સાધનો વગર મનુષ્યની જિંદગી સાથે ચેડાં કરતો એક બોગસ ડોક્ટરને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા કડોદરા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, ગુજરાત મેડિકલ જનરલ પ્રેક્ટિસ કરવાના લાઇસન્સ પરવાના વગર દવાખાનું ચલાવી એલોપેથિક પ્રકારની દવાઓ તથા મેડિકલ પ્રેક્ટિસના સાધનો તેમજ વગર ડિગ્રીએ અને ઇંડિયન મેડિસિન કાઉન્સીલ તથા ગુજરાત મેડિસિન કાઉન્સીલના નોંધણી પ્રમાણપત્ર વગર ડોકટર તરીકેની પદવી ધારણ કરી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી મનુષ્યની જિંદગી સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર તાતીથૈયા ખાતે દવાખાનું ચલાવી રહ્યો છે.




જે હકીકતના આધારે કડોદરા પોલીસે સ્થળ પર જઈ રેડ કરી હતી અને રેડ દરમિયાન તાંતીથૈયા ગામે આવેલ સોની પાર્કમા દેવનારાયણ કોમ્પ્લેક્ષમાં ‘માં માનસા ક્લીનિક’ ચલાવતા સાગર વિકાસ રોય (રહે.તાંતીથૈયા, મહાદેવ સોસાયટી) નાને ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસે પકડાયેલ ઈસમ પાસેથી કુલ 14,760/- નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application