સુરતનાં માંગરોળ તાલુકાનાં કોસંબા ખાતે સાવા રોડ ઉપર ઇન્દિરા નગર પાછળ સ્મશાનભૂમિ નજીક તીન પત્તીનો જુગાર રમી રહેલ સાત લોકોને કોસંબા પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન તેમજ બાઇક મળી કુલ રૂપિયા 60,700/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોસંબા પોલીસ સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન બાતમી આધારે કોસંબા ગામની સીમમાં સાવા રોડ ઉપર ઇન્દિરાનગર પાછળ સ્મશાન ભૂમિ નજીક રેડ કરી હતી. જ્યાં કેટલાક લોકો ગોળકુંડાળું કરી પૈસા વડે તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા હતા.
જોકે પોલીસે જુગાર રમી રહેલ સાત વ્યક્તિ યાસીન મુસ્તુફા દીવાન (રહે.સાવારોડ,ઇન્દિરાનગર,કોસંબા), ગણેશ મંગાભાઈ વસાવા (રહે.સાવારોડ, ઇન્દિરાનગર, કોસંબા), સંજય રવજીભાઈ વસાવા (રહે.સાવારોડ, ઇન્દિરાનગર, કોસંબા), બીપીનભાઈ હરીશભાઈ પરમાર (રહે.સાવારોડ,ઇન્દિરાનગર,કોસંબા), જલાલુદ્દીન શરીફુદ્દીન સૈયદ (રહે.અમીન ઝેરોક્ષની સામે,સીટી સેન્ટર,તરસાડી ગામ), હરેશભાઈ મોહનભાઈ વસાવા (રહે. સાવારોડ,ઇન્દિરાનગર,કોસંબા) અને ધર્મેન્દ્ર ગોવિંદભાઈ વસાવા (રહે.સાવારોડ,ઇન્દિરાનગર,કોસંબા) નાને ઝડપી પાડ્યા હતા.
જયારે પકડાયેલ લોકો પાસેથી કોસંબા પોલીસે રોકડ રકમ, 3 નંગ મોબાઈલ ફોન તેમજ એક બાઇક નંબર જીજે/05/ઇકે/973 મળી કુલ રૂપિયા 60,700/-નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500