અમરોલીનાં રિલાયન્સ નગરમાં દરોડા પાડી જુગાર રમતા બે સગા ભાઇ અને ત્રણ મહિલા સહિત આઠને ઝડપી પાડી રોકડા રૂપિયા 71,150/- કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, અમરોલીનાં ગુજરાત હાઉસીંગ બોર્ડ નજીક રિલાયન્સ નગરના ઘર નંબર-795માં રહેતા પરબત કરશન મસુરા (ઉ.વ.30) નાને ત્યાં દરોડા પાડયા હતા.
જયાંથી પરબત ઉપરાંત તેના ભાઇ ભોજા કરશન મસુરા (ઉ.વ.36), હિંમ્મત કરશન લાખોલીયા (ઉ.વ.55, રહે.વિઠ્ઠલનગર,હીરાબાગ,વરાછા), ભીખાભાઇ ભુરાભાઇ ટીમ્બડીયા (ઉ.વ.56, રહે.ડાયમંડ નગર,એ.કે. રોડ,વરાછા), દિનેશ જગમલ મારૂ (ઉ.વ.50, રહે.શબુરી એપાર્ટમેન્ટ, શરણમ સોસાયટી, અડાજણ), રમાબેન નરેશ ચોથાણી (ઉ.વ. 50 રહે. ઉમા સોસાયટી, ભટાર રોડ), ભાનુબેન ખેંગારભાઇ ધાનાણી (ઉ.વ.40) અને રાજલબેન વજુભાઇ રૂડાસ (ઉ.વ.45, બંને રહે.અંબિકાનગર સોસાયટી,અમરોલી) નાને જુગાર રમતા ઝડપી પાડયા હતા.
જોકે તમામની અંગ જડતી કરતા રૂપિયા 41,800/- જુગારના દાવ પરના રૂપિયા 29,350/- મળી કુલ રૂપિયા 71,150/- કબ્જે લઇ તમામની જુગાર ધારા હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500