Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહિલાને ટાર્ગેટ કરી દાગીનાની લૂંટ કરનાર ગેંગ પોલીસ પકડમાં

  • July 07, 2022 

છેલ્લા એક અઠવાડિયામાં ચલથાણ સુગર ફેક્ટરી નજીક એકલી જતી મહિલાને ટાર્ગેટ કરી ગળામાં પહેરેલા સોનાનાં દાગીનાની ચિલઝડપનાં બે બનાવો એકી સાથે બની જતા પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ હતી તેમજ એમ.ઓ.થી બારડોલીના બાબેન ગામેથી પણ એક મહિના ગળા માંથી ઘરેણાની ચિલ ઝડપ થઈ હતી.




જે બાબતે કડોદરા પોલીસે અંગત બાતમી આધારે કડોદરા ચાર રસ્તા પરથી વાનમાં બેસી જતા 7 જેટલા આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રની અને હાલ પલસાણા તાલુકાના કરાળા ગામે આવેલ ખુમાનસિંહની વાળીમાં રહેતી લતાબેન રમેશભાઈ પોળ (ઉ.વ.60) પતિની મૃત્યુ બાદ એકલી રહી છૂટક ઘર કામ કરી પોતાનું ગુજરાન ચલાવતી હતી.






જોકે ગત તા.12 જુનનાં રોજ લતાબેન ચલથાણ સુગર ફેક્ટરીની સામે આવેલ સસ્તા અનાજની દુકાને અનાજ લેવા માટે ગઈ હતી બપોરનાં સમયે એકલી અનાજ લઈ આવી રહી હતી ત્યારે રેલવે ફાટક નજીક આવેલ રામકબીર સોસાયટી પહેલા મહિલાની આસપાસ 4 જેટલા ઈસમો ચાલી રહ્યા હતા.




જે પૈકી એક ઇસમે મહિલાને કહ્યું કે "રામકબીરમેં મેરે શેઠકી દુકાન હૈ પચીસ સાલ કે બાદ મેરે શેઠકો લડકા હુઆ હૈ તો ફ્રી મેં રાસન દે રહે હૈં" તેમ જણાવી મહિલાને વાતમાં ભોળવી અન્ય એક ઇસને મહિલાનાં ગળા માંથી સોનાની મણકા વાળી માળા ખેંચી નજીક ઉભેલી રિક્ષામાં બેસી ચારેય ઇસમો કડોદરા તરફ ભાગી છૂટ્યા હતા.




જે ઘટના બાદ ડરી ગયેલી મહિલા પોતામાં સાસરીના જતી રહેતા ગત રોજ મહિલાએ કડોદરા પોલીસ મથકનાં ફરિયાદ આપી હતી એકબાદ એક એકજ એમ.ઓ.થી ચિલઝડપના બે જ બનાવો બનતા ચલથાણ પંથમના ભારે ભયનો માહોલ સર્જાયો હતો ઘટનાના અનુસંધાનમાં કડોદરા પોલીસને મળેલી બાતમી આધારે કડોદરા પોલીસે મંગળવારનાં રોજ બપોરનાં સમયે કડોદરા ચાર રસ્તા પર વોચ ગોઠવી ઉભા હતા.



તે સમયે બારડોલી તરફથી બાતમી મુજબની શંકાસ્પદ સિલ્વર કલરની વાન આવતા પોલીસે ટ્રાફિક જામ કરી આ વાનને ઘેરી વાનના બેઠેલા 7 ઇસમોને ઝડપી પોલીસ મથકે લઈ ગઈ પૂછપરછ કરતા ગત તા.12 જુનનાં રોજ રામકબીર સોસાયટી નજીકથી મહિલાનાં ગળા માંથી રૂપિયા 53 હજારની કિંમતની સોનાની માળા તેમજ ગત તા.20 જુનનાં રોજ આજ જગ્યાએથી એકલી જતી મહિલાના ગળા માંથી રૂપિયા 55 હજારની કિંમતની સોનાની ચેન તેમજ ગત તા.27 જુનના રોજ બારડોલીના બાબેન ખાતેથી પેંશન ઉપાડી પોતાના ઘરે જતી મહિલાના ગળા માંથી 85 હાજરની કિંમતની સોનાની ચેન ખેંચી હોવાનું કબુલ્યું હતું.




આમ, કડોદરા પોલીસે આ સાતેય આરોપીને ઝડપી અટકાયત કરી વધુ ગુનાની સંડોવણી અંગે વધુ પૂછપરછ કરવા માટે નામદાર કોર્ટ સમક્ષ રજુ કર્યા હોવાનું જાણવા મળ્યું હતુ પોલીસે આરોપી પાસેથી આ ત્રણેય ગુનાનો મુદ્દામાલ તેમજ ગુનામાં વપરાયેલું વાહન પણ કબ્જે લીધું હોવાનું જાણવા મળ્યું હતુ, જયારે ઝડપાયેલા તમામ આરોપી રીઢા હોવાનું જાણવા મળ્યું હતુ જોકે પોલીસ આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસવાની તજવીજ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application