Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : વિદેશી દારૂનાં ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાતા પોલીસ કાર્યવાહી કરાઈ

  • September 28, 2022 

સુરત SOG શાખાનાં પોલીસ માણસો સોમવારનાં રોજ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે સાગબારા પોલીસ પોલીસ સ્ટેશનનાં પ્રોહિબીશનનાં ગુનાનાં નાસતો  ફરતો આરોપી સોહેલ ઉર્ફે બાદલ સલીમ શેખ (રહે.ઇદગાહ ફળિયું, કઠોર ગામ, કામરેજ)નાઓને કઠોર બસ સ્ટેશન ખાતેથી ઝડપી પાડી પૂછપરછ કર્યું હતું.




જે પૂછપરચમાં જાણવા મળ્યું હતું કે, આજથી એક મહિના પહેલા પકડાયેલ સાગબારા પોલીસ મથકમાં પ્રોહીબિશનના ગુનામાં પકડાયેલો આરોપીનો અંકલેશ્વર ખાતે રહેતો મિત્ર સકિલ સૈયદ વિદેશી દારૂનો જથ્થો સેલવાસ ખાતે લેવા જવાનો હોવાથી તેને આઇશર ટેમ્પો ચલાવવા માટે બે ડ્રાઇવર સાથે લેવા તથા તેને સકિલની વરના ગાડીમાં તેણે તથા સકિલે વિદેશી દારૂ ભરેલું આઇશર ટેમ્પાનું પાઇલોટીંગ કરવા જણાવતા સોહેલ તથા તેના બે મિત્રો અબુસુફિયાન અને મહંમદ સાજન સાથે સેલવાસ ગયા હતા.




તેમજ ત્યાંથી આઇશર ટેમ્પોમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બાટલી તથા બિયર ફુલ નંગ 3370 ભરી જે અબુસુફિયાન અને મહંમદ સાજનને વારાફરથી ચલાવી અંકલેશ્વર પહોંચાડવા સેલવાસથી નિકળેલ અને સોહેલ અને શકીલ વર્ના ગાડીમાં પાયલોટિંગ કરતા હતા. તે દરમિયાન દારૂ ભરેલો ટેમ્પો સાગબારા પોલીસે ઝડપી લીધો હતો અને પોતે આ ગુનામાં નાસતો ફરતો હોવાની કબૂલાત કરી હતી SOGએ આરોપીને કામરેજ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application