Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : ચોરીની મોટરસાઇકલ સાથે આરોપી ઝડપાતા પોલીસ કાર્યવાહી

  • October 18, 2022 

સુરત જિલ્લા ગ્રામ્ય LCB પોલીસે કામરેજ નજીકથી ચોરીની મોટરસાઇકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. જોકે આ આરોપીઓએ મોટરસાયકલ સુરત ખાતેથી ચોરી હોવાની કબૂલાત કરી હતી. મળતી માહિતી મુજબ, સુરત જિલ્લા ગ્રામ્ય LCB પોલીસ સ્ટાફનાં માણસોએ કામરેજની તાપી હોટલ સામેથી ચોરીની મોટર નંબર GJ/6/SS/0853 જેની કિંમત રૂપિયા 10 હજાર સહિત કામરેજનાં આંબોલી ખાતે આવેલા સહકાર નગરમાં રહેતા મોહમદ કોનેન ઉર્ફે કલેજો અલ્તાફ હુસેન કાદરીને ઝડપી પાડ્યો હતો.




જોકે ચોરીની મોટરસાઇકલ સાથે ઝડપાયેલા આરોપીની પૂછતાછ કરતાં તેની પાસેથી મળી આવેલી ચોરીની બાઈક તેણે સુરતના વરાછામાં આવેલ સરથાણા વિસ્તારમાંથી ચોરી હોવાની કબૂલાત કરી હતી. તેમજ ચોરીની મોટરસાઇકલ સાથે ઝડપાયેલા આરોપી સામે કામરેજ, પુણા, કાપોદ્રા તેમજ સચીન પોલીસ મથકમાં ગુના દાખલ થઇ ચુક્યા છે. આમ LCB પોલીસે પકડાયેલી ચોરીની મોટરસાઇકલને સરથાણા પોલીસ મથકે સુપર્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application