સુરતનાં ઉધના બી.આર.સી. નજીક કૈલાશ નગરમાં મોડી રાત્રે નીકળેલી શોભા યાત્રામાં મહિલાઓ ડાન્સ કરતી હતી, તેમાં બાજુની સોસાયટીનાં લોકો ઘુસતાં ઝઘડો થયો હતો. કોઈકે પોલીસને જાણ કરતા પહોંચેલી ઉધના પોલીસે મામલો થાળે પાડી DJ બંધ કરવા કહેતા લોકોએ PCR વાન પર હુમલો કર્યો હતો. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરતનાં ઉધના બી.આર.સી. નજીક કૈલાશનગરમાં રવિવારે મોડીરાત્રે ગણપતિની શોભાયાત્રા નીકળી હતી.
જોકે સોસાયટીનાં રહીશો DJ અને લાઈટીંગ સાથે ગણપતિની મૂર્તિ સ્થાપના માટે લાવી રહ્યા હોય સોસાયટીની મહિલાઓ શોભા યાત્રામાં ડાન્સ પણ કરતી હતી. તે સમયે બાજુની સોસાયટીના કેટલાક લોકો શોભા યાત્રામાં ઘુસ્યા હતા અને મહિલાઓ સાથે ડાન્સ કરવા લાગતા મામલો બીચક્યો હતો.
જેમાં લોકો વચ્ચે ઝઘડો થતા કોઈકે પોલીસને જાણ કરી હતી. આથી ઉધના પોલીસની PCR વાન ત્યાં પહોંચી હતી અને મામલો થાળે પાડયો હતો. જોકે રાત્રીનાં 12.30 વાગ્યા હોય પોલીસે DJ બંધ કરવા કહેતા લોકો ઉશ્કેરાયા હતા અને લોકોએ પોલીસને ગાળો ભાંડી PCR વાન પર હુમલો કર્યો હતો. જેથી પોલીસ ત્યાંથી નીકળી ગઈ હતી અને લોકોએ આક્ષેપ કર્યો હતો કે, પોલીસે શ્રીજી પ્રતિમા પર ડંડો મુક્યો હતો. જોકે, પોલીસે તેનો ઈન્કાર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500