ટ્રાન્સપોર્ટની ટ્રકમાં ટાયર ભરી વરેલી ખાતેના ગોડાઉનમાં ખાલી કરવા આવેલા ચાલક અને ક્લીનર બે ભાઈઓ પૈકીનાં નાનો ભાઈ ક્લીનર ફ્રેશ થવા માટે વરેલી ખાતે BRTS રૂટ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક ચાલકે અડફેટે લેતાં યુવકનું મોત નીપજ્યું હતુ. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રના પંડળવાળી વિસ્તારમાં રહેતા શેખ મતીન મોઇન શેખ ટ્રક ચાલક છે અને તેનો નાનોભાઈ મોહસીન મતીન સાથે એક જ ટ્રક પર ક્લીનર તરીકે ફરજ બજાવે છે.
જોકે ગત તા.25 સપ્ટેમ્બરનાં રોજ ઔરંગાબાદથી ટ્રક નંબર RJ/19/9382માં ટાયર ભરી ગત તા.26ના રોજ વહેલી સવારે પલસાણાનાં વરેલી ખાતેનાં ગુડિયર્સ ટાયરનાં ગોડાઉન પર ખાલી કરવા પહોંચ્યા હતા જે દરમિયાન મતીન ટ્રક ખાલી કરાવી રહ્યો હતો અને ક્લીનર મોહસીન ફ્રેશ થવા માટે નીકળ્યો હતો તે દરમિયાન મોહસીન વરેલી પાટિયા નજીકથી BRTS રૂટર પરથી પગપાળા પસાર થઈ રહ્યો હતો.
તે સમયે સપલેન્ડર બાઈક નંબર GJ/05/KY/3344નાં ચાલકે મોહસીનને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચતા 108 મારફતે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે મતીન શેખએ કડોદરા પોલીસ મથકમાં મોટરસાઇકલ ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500