સુરત શહેરમાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસતાં જનજીવન ખોરવાયું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં અને કેટલાક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં છે જેમાં અમરોલીનાં કોસાડ રોડ પર લેક ગાર્ડન પાસે ગૃહામ એમ્પાયર પાસે ખાડીને બ્રિજ પર રોડ પર વરસાદના અઢીથી ત્રણ ફૂટ પાણી ભરાયા હતા. તે સમયે ત્યાંથી પસાર થતી સીટી બસ અચાનક બંધ થઈ ગઈ હતી. જેથી બસમાં બેઠેલા મુસાફરો ગભરાઈ જઈને બૂમો પાડી હતી.
જોકે, બે ત્રણ મુસાફરો બસમાંથી ઉતરીને પાણીમાંથી બહાર નીકળી ગયા હતા. જ્યારે કેટલાક વ્યક્તિઓ રોડ પર પાણી હોવાથી બસમાં બેસી રહ્યા હતા. જોકે અંબે ફાયર બ્રિગેડનાં જાણ થતા કોસાડ ફાયર સ્ટેશનની ગાડી અને ફાયર જવાનો ઘટના સ્થળે ઘસી ગયા હતા અને બે થી ત્રણ મુસાફરોને ફાયર જવાનો ખભા પર ઉચકી જઈને પાણીમાંથી બહાર કર્યા હતા.
જ્યારે કેટલાક મુસાફરોનાં હાથ પકડીને પાણીમાંથી બહાર લઈ ગયા હતા જોકે બે વૃદ્ધ તથા ચાર વિદ્યાર્થીઓ સહિત 15 થી 17 વ્યક્તિઓને ફાયર જવાનોએ બહાર કાઢ્યા બાદ મુસાફર સહિતનાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હોવાનું જાણવા મળે છે. ત્યારબાદ ફાયર જવાનોએ ક્રેઈન વડે બંધ પડેલી બસને પાણીમાંથી બહાર રોડની સાઈડ પર કાઢી હતી. જોકે ફાયર જવાનોએ દોઢ કલાક સુધી ત્યાં કામગીરી હાથ ધરી હતી એવું ફાયર ઓફિસરએ જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500