સુરતનાં પાંડેસરા જી.આઇ.ડી.સી. ખાતે ખોદકામ વખતે ગેસ લાઈનમાં ભંગાણ પડયું હતું. જેના લીધે ચારથી પાંચ ફૂટ ઊંચા ગેસનાં ફુવારા ઉડતા ત્યાં અફડાતફડી અને ભાગદોડ થઇ જવા પામી હતી. ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ, પાંડેસરા જી.આઇ.ડી.સી. ખાતે પાંડેસરા પોલીસ સ્ટેશન પાસે કલરટેક્ષ કંપની નજીક શુક્રવારે સવારે જેસીબી દ્વારા ખોદકામની કામગીરી ચાલી રહી હતી. ત્યારે જમીનની નીચેથી પસાર થતી ગેસ લાઈનને પાવડો વાગતા લાઇનમાં ભંગાણ પડતા ગેસ લીકેજ થવા માંડયો હતો. જેથી ચારથી પાંચ ફુટ ઊંચે ગેસના ફુવારા ઉડવા લાગ્યો હતો.
જેના લીધે ત્યાં હાજર લોકોમાં અફડાતફડી નાસભાગ થઇ જવા પામી હતી. કોલ મળતા ફાયરજવાનો તેમજ ગેસ કંપનીના અધિકારીઓ અને સ્ટાફ ઘટના સ્થળ ઉરપ પહોંચ્યા હતા. કંપનીનાં સ્ટાફ દ્વારા તાત્કાલિક બંધ કરીને ગેસ લાઇને બંધ કરીને રિપેરીંગ કામગીરી શરૂ કરી હતી. તે સમયે ફાયરજવાનો દ્વારા પરિસ્થિતિ ઉપર કાબુ મેળવીને ત્યાંથી રોડ કોડન કર્યો હતો અને સાવચેતાના ભાગરૂપ બે કલાક સુધી ફાયર જવાનો સ્ટેન્ડ બાઇ રહ્યા હતા. જોકે ગેસ લીકેજ બંધ થતા ત્યાં હાજર તમામે રાહતનો શ્વાસ લીધો હતો. એવુ ફાયર ઓફિસરે જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application