સુરત શહેરનાં સચીન GIDC ઉન પાટીયા તવક્કલ નગર ખાતે રહેતા ઉમરઅલી વિલાયત અલી સૈયદ (ઉ.વ.42) નોકરી કરે છે અને બુધવારે બપોરે તેમના પિતા ઘરેથી ગુમ થયા હતા. જેથી ઉમરઅલી તેમના ભાણેજ શબ્બીર જાફરઅલી સૈયદ (ઉ.વ.32) અને ભત્રીજા મુહમ્મદ હસન શાહીદ અલી સૈયદ (ઉ.વ.15) સાથે યામાહા મોપેડ ZRM લઈ પિતાને શોધવા માટે નીકળ્યા હતા. તે ઉન સનાબિલ રોડથી ભેસ્તાન સ્ટેશન તરફ જતા હતા. તે સમયે નવજીવન ડાઈંગ મિલચાર રસ્તા પાસે પુરઝડપે પસાર થતા એક ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા મોપેડ ચલાવી રહેલો ભાણેશ શબ્બીર અને ભત્રીજો મોહમદ હસન ગંભીર રીતે ઘવાયા હતા.
જ્યારે ઉમરઅલીને કાંડાનાં ભાગે સામાન્ય ઈજા થઈ હતી જેથી ત્રણેને 108ની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાંથી શબ્બીર અને મોહમદ હસને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ ભાણેજ શબ્બીર સૈયદનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પાંડેસરા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application