એલ.સી.બી શાખાનાં તથા પેરોલ ફર્લો સ્કોર્ડનાં અધિકારી અને કર્મચારી પ્રોહી જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા બાબતે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન નાઓને સયુક્ત રીતે ખાનગી બાતમીદાર થકી બાતમી મળી હતી કે, શેખપુર ગામે શુભ ગ્લોબલ રેસીડન્સી સોસાયટીના ઘર નં.૨૨૧, ખાતે રહેતો જીતેન્દ્ર પરમાર પોતાના રહેણાક ઘરમાં વિદેશી દારૂનો જથ્થો ઘરમાં સંતાડી રાખી ચોરી છુપીથી વેચાણ કરે છે.
જે બાતમીનાં આધારે પોલીસની ટીમ બાતમીવાળી જગ્યાએ રેડ કરતા સ્થળ પરથી જીતેન્દ્રભાઈ રામભાઈ પરમારને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેના મકાનમાં છુપાવી રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની 358 નંગ કિંમત રૂપિયા 1,17,500/- તથા એક મોબાઈલ મળી કુલ્લ રૂપિયા 1,17,500/-નો પ્રોહી. મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500