ઉમરપાડા તાલુકાનાં બે વ્યક્તિઓ માંડવી તાલુકાનાં આમલીડેમ ખાતે માછલી પકડવા આવ્યા હતાં. ત્યાંથી પરત ફરતી વેળા ઉમરપાડા રોડ પર અન્ય બાઈક સવારે ટક્કર મારતાં બાઈક સવારનું મોત થયું હતું. જ્યારે અન્ય સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત અંગે પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અુસાર ઉમરપાડા તાલુકાનાં વાડી ગામના રહીશ રમણભાઈ વસાવા પાતોની મોટરસાઈકલ હોન્ડા સાઈન બાઈક નંબર GJ/19/AB/5519 પર પોતાના સંબંધી મહેશભાઈ સાથે આમલીડેમ ખાતે માછલી પકડવા આવ્યા હતાં. આમલીડેમ ખાડીમાંથી માછલી પકડી માંડવી-ઉમરપાડા રોડ પરથી પસાર થઈ રહ્યા હતાં.
તે દરમિયાન પાછળથી આવતી બાઈક નંબર GJ/26/AD/1255ના ચાલક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકરી લાવી રમણભાઈની બાઈક સાથે અથડાવી દેતા બંને બાઈક સવાર રોડ પર પટકાયા હતાં. તે દરમિયાન બાઈક ચાલક રમણભાઈને માથાનાં ભાગ સહિત ગંભીર ઈજાઓ પહોંચતાં સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે મહેશભાઈએ માંડવી સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે માંડવી પોલીસે આગળની કાયદેસરની કાર્યાવહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application