Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહુવાનાં તકરાણી ગામે ટ્રક અને મોટરસાયકલ વચ્ચેનાં અકસ્માતમાં એકનું મોત

  • December 21, 2022 

મહુવાનાં તકરાણી ગામે ટ્રક ચાલકે મોટરસાયકલ ચાલકને અડફતે લેતા મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ. મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાનાં મહુવા તાલુકાનાં વહેવલ ગામે રહેતા રમેશભાઈ છગનભાઈ પટેલ (ઉ.વ.52) નાઓ સોમવારનાં રોજ બપોરના સમયે પોતાની મોટરસાઇકલ નંબર GJ/21/E/6794 લઈ અનાવલ-મહુવા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવતી ટ્રક નંબર GJ/05/V/1499નાં ચાલકે મોટરસાયકલ ચાલકને અડફતે લેતા મોટરસાયકલ ચાલક રમેશભાઈ પટેલ ટ્રકનાં ટાયર નીચે કચડાઈ જવાથીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટના અંગે મૃતકનાં મોટા ભાઈ મંગુભાઇએ મહુવા પોલીસ મથકના ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application